ટીચર ઓફ ધ યરનું ટીઝર રિલીઝ

0
70

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા નવા કોન્સેપ્ટ સાથે એક પછી એક અવનવી ફિલ્મ લઈને આવી રહી છે. તો વધુ એક નવા કોન્સેપ્ટ સાથેની એક નવી ફિલ્મ આવી રહી છે ટીચર ઓફ ધ યર.

સામાન્ય રીતે દરેક સ્કૂલમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની શોધ કરવામાં આવે છે. પરંતુ આ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકની શોધ કરવામાં આવી રહી છે. જે માટે અલગ અલગ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની પરીક્ષા લેવામાં આવે છે.

આ ફિલ્મનું ટીઝર રિલિઝ થઈ ગયું છે. આ ફિલ્મને વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસે ડિરેક્ટર કરી છે.

ફિલ્મમાં શૌનક વ્યાસ પોતે લીડ રોલમાં છે તો સાથે જ આલીશા પ્રજાપતિ, મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા કલાકારો છે. આ ફિલ્મના પ્રોડ્યુસર જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંક છે. ફિલ્મમાં પ્રથમેશ ભટ્ટનુ મ્યુઝીક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here