ગુજરાતી કોમેડી ફિલ્મ હંગામા હાઉસનું ટ્રેલર રિલીઝ

0
14880

ગુજરાતીઓને મનોરંજન કરાવવા માટે વધુ એક કોમેડી ગુજરાતી ફિલ્મ ‘હંગામા હાઉસ’ આગામી સપ્ટેમ્બર મહિનામાં 13 તારીખે રિલીઝ થવા જઈ રહી છે.

યુવરાજ એન્ટરપ્રાઇસિસના પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મને સાવ્ય ભાટી પ્રોડ્યુસ કરી રહ્યાં છે અને હનિફ ચીફા તેના ડાયરેક્ટર છે. મલ્ટી સ્ટારર આ ફિલ્મમાં ચેતન દૈયા, ચિની રાવલ, હેમંત ઝા, જીજ્ઞેશ મોદી, જીત કુમાર, હરીશ ડાગિયા જેવા અનેક કલાકારો છે.

ફિલ્મમાં ફાલ્ગુની પાઠક અને ઓસમાન મીરના અવાજમાં એક ગરબા ગીત પણ છે. આ સિવાય બોલિવૂડના જાણીતા સિંગર નક્ષ અઝીઝે પણ બે ગીતમાં અવાજ આપ્યો છે. ઈકબાલ કુરૈશી અને પરેશ હિંગુ દ્વારા લખવામાં આવેલા ગીતોને જીત સિંગ અને માધવ કિશને કોરિયોગ્રાફ કર્યા છે.

13 ઓગસ્ટે ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું છે. જેને જોતા એવું લાગી રહ્યુ છે કે ગુજરાતી દર્શકોને એક સારી કોમેડી ફિલ્મ જોવા મળશે.

Jeet Kumar, Kanwal Taff, Chetan Daiya, Chini Raval, Hemant Jha, Harikrishna Dave, Madhavi Jhaveri, Hanif Chhipa, Hungama House, Hungama House Trailer , Hungama House Movie,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here