રઘુ સીએનજીનું ટ્રેલર રિલીઝ, દમદાર

0
11905

વીથ્રી પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ રઘુ સીએનજીનું ટ્રેલર રિલીઝ થયું છે. ક્રાઈમ, સસ્પેન્સ અને થ્રિલર એવી આ ફિલ્મ આગામી 18 ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

વિશાલ વડાવાલાના નિર્દેશન હેઠળ બની રહેલી આ ફિલ્મની વાર્તા એક સાયકો(માનસિક અસ્થિર) યુવક પરની છે. આ યુવક રઘુ રાજકોટમાં રિક્ષા ચલાવે છે. તે કોઈ અગમ્ય કારણોસર એક યુવા બિઝનેસમેન ધવલ અને એક સુંદર યુવતી ભૂમિનું અપહરણ કરે છે. ત્યાર બાદ આ બંને અજાણ્યા લોકોને રઘુ એક અવાવરૂ જગ્યાએ કેદ કરીને રાખે છે. જ્યાં એ તેમને અનેક પ્રકારની માનસિક યાતાનાઓ આપે છે.

ધવલ અને ભૂમિને જે રૂમમાં કેદ કરીને રાખ્યા હોય છે ત્યાં સામે એક બ્લેકબોર્ડ હોય છે. જેની પર કેટલીક કોડ લીપીમાં રઘુએ કંઈક લખ્યું હોય છે. આ બંને લોકો આ કોડ લીપીને સમજવાનો પ્રયાસ કરતા દેખાય છે. તેવામાં ગુમ થયેલા આ બંને યુવાઓની તેમના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ થાય છે અને તેવામાં ગુજરાતના જાણીતા એક્ટર ચેતન દૈયા પોલીસ ઓફિસરની ભૂમિકામાં એન્ટ્રી થાય છે. ફિલ્મમાં ક્રાઈમના એવા અનેક સીન છે જે દર્શકોને હચમચાવી મુકશે.

આખરે શું થાય છે આ ફિલ્મમાં.. શું સાયકો રઘુ આ બંને યુવાઓનું મર્ડર કરે છે કે પછી તેઓ ભાગી છુટવામાં સફળ રહે છે.. શું પોલીસ આ કેસને ઉકેલી શકે છે કે કેમ.. આ તમામ સવાલો અને રહસ્યો પરથી પડદો ઉંચકાશે 18 ઓક્ટોબરે.

એક અલગ પ્રકારના કોન્સેપ્ટ સાથે લખવામાં આવેલી ફિલ્મની આ સ્ટોરીના લેખક પણ વિશાલ વડાવાલા જ છે. સંજય મરવાનિયા અને જય પરમાર દ્વારા દમદાર ડાયલોગ્સ લખવામાં આવ્યા હોય તેવું જણાય છે. ફિલ્મમાં ચેતન દૈયા સિવાય લીડ રોલમાં જગજીતસિંહ વઢેર, ઈથાન, શર્વરી જોશી પણ દેખાશે. જગજીતસિંહ વઢેર રૂપેરી પડદે પ્રથમ વખત એક્ટિંગ કરતાં જોવા મળશે. ફિલ્મના પ્રોડ્યુસર જે કે ઠુમર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here