‘પ્રેમ અનકંડીશનલ’નું મુહૂર્ત સંપન્ન, ટુંક સમયમાં શરૂ થશે શૂટિંગ

0
11025

છેલ્લા ઘણાં લાંબા સમયથી હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સક્રિય યશ વૈદ્ય હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પગલાં માંડી રહ્યાં છે. તેમની આગામી ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ અનકંડીશનલ’નો અમદાવાદ ખાતે મૂહુર્ત સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતાં યશ વૈદ્યે જણાવ્યું હતું કે, ‘આ એક અલગ પ્રકારની પ્રેમ કહાની છે. જે નિસ્વાર્થ પ્રેમ ભાવ પર આધારિત છે. આ સ્ટોરી દર્શકોની ખુબ પસંદ આવશે.’

ફિલ્મ વિશે વધારે માહિતી આપતાં નિર્દેશક યશ વૈદ્યે કહ્યું કે, ‘ટુંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં જ કરવામાં આવશે. તેમજ આગામી વર્ષે વેલેન્ટાઇન ડે પર જો કોઈ મોટી ફિલ્મ રિલીઝ નહીં થતી હોય તો તે વખતે આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.’

આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો મેહુલ બુચ, ભારત ચાવડા, જિનલ બેલાની અને જાગૃતિ ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતા.

આ સિવાય ફિલ્મ નિર્માતા ફાલ્ગુન ઠાકોર, રમેશ પટેલ તેમજ ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, બકુલ પરમાર, પરેશભાઈ સહિત કલા જગત સાથે જોડાયેલ અનેક મહાન હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here