બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહનો લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજાશે અમદાવાદમાં

0
11205

બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ જેમનું નામ સાંભળતાની સાથે જ દરેક કોઈના દિમાગમાં મ્યુઝીક ઉપસી આવે છે. ત્યારે અમદાવાદમાં બાદશાહના મ્યુઝિકને નજીકથી સાંભળવાનું સૌભાગ્ય આપણને મળશે. #ULTIMATEPOPSHOW નામથી લાઈવ મ્યુઝીક કોન્સર્ટ યોજવામાં આવશે.

rapper badshah
rapper badshah in ahmedabad

બાદશાહના લાઈવ કોન્સર્ટ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ યોજાતા હોય છે. તેમાં પણ ખાસ કરીને બાદશાહના પોપ્યુલર સોંગ અત્યાર સુધી આપણે રેડિયો, ટીવી કે મોબાઈલ પર સાંભળ્યા હશે જ્યારે અહી તમને મોટા મ્યુઝીક ના સેટઅપ સાથે સાંભળવાનો મોકો મળી રહેશે જે આપણા માટે સૌભાગ્યની વાત છે.

બાદશાહના ફેન્સ અને મ્યુઝીક ક્ષેત્રના દીવાના ને હવે વધારે રાહ જોવી નહિ પડે કેમ કે તારીખ 28 ડિસેમ્બરના શનિવારના રોજ, સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા, અમદાવાદ ખાતે સાંજે યોજવામાં આવશે બાદશાહની હાજરી જ તેના ફેન માટે આમંત્રિત કરવામાં કાફી છે. મ્યુઝીક રસિક તેમજ બાદશાહના ગીતો સાથે ઝૂમવા માગતા ફેન્સ માટે આ મ્યુઝિક કોન્સર્ટ અનોખો મોકો લઈને આવી રહ્યો છે જે માટે તમે બૂક માય શો પર તમારી ટિકિટ અત્યારથી જ બૂક કરાવી શકો છો.

જે માટે ઘણા લોકો એ અત્યારથી જ વહેલા તે પહેલાના ધોરણે 28 ડિસેમ્બરની સાંજને મ્યુઝિક મય બનાવવાનું નક્કી કરી લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here