પ્રથમ વખત મોટા પડદા પર સાથે દેખાશે મલ્હાર ઠાકર અને ચેતન દૈયા

0
74423

ગુજરાતી સિનેમાના બે મોટા સ્ટાર પ્રથમ વખત સાથે ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. ચેતન દૈયા અને મલ્હાર ઠાકર પ્રથમ વખત એક ફિલ્મમાં સાથે કામ કરતાં જોવા મળશે.

મળતી માહિતી અનુસાર રાહુલ ભોલે અને વિનિત કનોજીયા નિર્દેશિત આગામી ફિલ્મ ‘વિક્કીડાનો વરઘોડો’ માં મલ્હાર ઠાકર લીડ રોલમાં જોવા મળશે. તો બીજી તરફ ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એસપી સિને કોર્પના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ વિક્કીડાનો વરઘોડોમાં ચેતન દૈયા એક અલગ પ્રકારની ભૂમિકા ભજવતાં જોવા મળશે. સૂત્રોને અનુસાર તેઓ નેગેટીવ પાત્ર ભજવતાં જોવા મળી શકે છે.

જોકે ચેતન દૈયા સાથે વાત કરતાં તેમણે આ વિશે કંઈ વધારે જાણકારી આપવાની મનાઈ કરી હતી. કેમકે નિર્માતા અને નિર્દેશક ફિલ્મના પાત્રોને લઈને રહસ્યમય સ્થિતિ જાળવી રાખવા માગે છે. પરંતુ અભિનેતા ચેતન દૈયા પોતાના પાત્રને લઈને ખુબ જ રોમાંચિત અને ઉત્સુક છે.

મહત્વનું છે કે ચેતન દૈયાની ‘હંગામા હાઉસ’ બાદ ‘રઘુ સીએનજી’ પણ સિનેમા ઘરોમાં પહોંચી ચુકી છે અને તેઓ આગામી ફિલ્મ અફરા તફરીમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here