ગુજરાતની સૌપ્રથમ બાયોપિક દિયા – ધ વંડર ગર્લનું ઓફિશિયલ ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું

0
114

દિયા –  ધ વન્ડર ગર્લ મૂવી એ અમદાવાદની 9 વર્ષની છોકરીની બાયોપિક છે જેણે તેની માતાની પ્રેરણા દ્વારા, એક વર્ષના ટૂંકા ગાળામાં પોતાના નિશ્ચય અને સખત મહેનત થકી ટેકવોન્ડોમાં સબ જુનિયર માર્શલ આર્ટ્સ નેશનલ ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. બ્રેડી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને પવન જી મોરારકા દ્વારા પ્રોડ્યુસ કરવામાં  આવી છે અને દિનેશ જે સિંઘાલ ફિલ્ ના ક્રિએટિવ પ્રોડ્યુસર છે.

Diya-Patel
Diya Patel In Diya The Wonder Girl

માર્શલ આર્ટ્સ શીખવા અને પ્રેક્ટિસથી લઈને વિજેતા ગોલ્ડ મેડલ સુધીની તેની યાત્રા સરળ નહોતી. સબ જુનિયર ડિસ્ટ્રિક્ટ લેવલ ટૂર્નામેન્ટમાં ભાગ લેતી વખતે, તે તેના વિરોધી દ્વારા ખરાબ રીતે ઘાયલ થઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ ઘટનાને કારણે દિયાને પોતાની તાલીમ છોડવી પડી હતી. 

તેણીની કેટેગરીમાં રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવાની તેની યાત્રા પણ વિવાદથી ભરેલી છે, પરંતુ ફાઇનલમાં કટોકટીને પહોંચી વળીને પોતાને આગળ ધપાવવાની પ્રક્રિયા ખુબ જ સરસ હતી. છેવટે દિયાએ રાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો અને તેના માતાપિતા, પરિવારના સભ્યો અને સમગ્ર ગુજરાતી સમુદાયને તેના માટે ગૌરવ અપાવ્યો. સુરેશ બિશ્નોઇએ આ ફિલ્મની વાર્તા, પટકથા લખી છે અને દિગ્દર્શન પણ કર્યું છે. જતીન અને પ્રતિક દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

દિયા પટેલ કેમેરાનો સામનો કરવા માટે કોઈ અજાણી વ્યક્તિ નથી, તે ગુજરાતમાં ‘બેટી બચાવો અભિયાન’ની પોસ્ટર ગર્લ રહી છે અને ત્રિપલ તલાક અંગેની ફિલ્મ ‘ફિર ઉસી મોડ પર’ માં એક દીકરીની ભૂમિકા પણ નિભાવી છે. મૂવીમાં દીયાના કોચની ભૂમિકા ભજવનારા સૂરજ વાઢવા રીઅલ લાઇફમાં ટેકવોન્ડો ટ્રેનર છે. રસપ્રદ વાત એ છે કે દિયા પટેલે કહ્યું હતું કે તેની પાસે અભિનયની કોઈ તાલીમ નથી પરંતુ તે માને છે કે સહજ રીતે બધા બાળકોમાં એક્ટર હોય છે.


આ ફિલ્મ ની સ્ટારકાસ્ટમાં દિયા જે પટેલ મુખ્ય ભૂમિકામાં છે. દિવ્યા દ્વિવેદી માતા કિંજલ પટેલની ભૂમિકા માં છે જયારે ચન્દ્રેશ કંસારાએ પિતા જીગ્નેશ પટેલની ભૂમિકામાં અને સુરજ વાઢવા એ કોચની ભૂમિકામાં છે. આ સિવાય ભાવિની જાની, હરીશ ડાગીયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ, વીકી શાહ અને કૃપા પંડ્યા અન્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here