અફરા તફરીની રિલીઝને લઈને રોમાંચિત છે ચેતન દૈયા, ફિલ્મમાં કંઈક આવું હશે ચેતનનું પાત્ર!

0
13507

ગૂજરાતનાં ફિલ્મપ્રેમીઓ માટે અફરા તફરી એક નવો જ યાદગાર અનુભવ બનવા જઈ રહી છે.ગૂજરાતી સિનેજગતની અત્યાર સુધીની સૌથી મોટી હોરર કોમેડી અફરા તફરી 14 ફેબ્રુઆરીનાં દિવસે રૂપેરી પડદે આવશે.વિરલ રાવ દિગ્દર્શિત અફરા તફરીમાં ગુજરાતનાં સુપ્રસિધ્ધ અને ખ્યાતનામ કલાકાર બેડાએ અભિનય કર્યો છે. in Hindi अफरा तफरी की रिलीज को लेकर रोमांचित हैं चेतन दैया, कुछ ऐसा होगा चेतन का किरदार!

હોરર કોમેડી અફરા તફરીની રિલીઝને લઈ કલાકારો ખૂબ જ રોમાંચિત છે.આ વિશે વાત કરતા ફિલ્મનાં અભિનેતા ચેતન દૈયાએ કહ્યું કે ગુજરાતી સિનેમામાં નવા અને યુવા દિગ્દર્શક નવા નવા સાહસ કરી રહ્યા છે.અફરા તફરી પણ એક રોમાંચક સાહસ જ છે.આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ પ્રેમીઓ માટે એક નવો જ અનુભવ લઈને આવી રહી છે.

Upcoming #film need your #blessings આપ સૌને મજા તો ત્યારે આવશે જયારે Chetan Daiya અને ગુજરાતના બીજા નામાંકિત કલાકારો એકસાથે મચાવશે અફરા તફરી…Affraa Taffri Releasing on 14th February.#AffraaTaffri #KwalityProductions #ViralRao #EvaProductions #GujaratiFilm

Posted by Chetan Daiya on Friday, February 7, 2020

પોતાના પાત્ર વિશે વાત કરતા ચેતન દૈયા જણાવે છે કે ફિલ્મ અફરા તફરીમાં મારૂ પાત્ર , અત્યાર સુધી મેં કરેલા પાત્રોથી સાવ અલગ જ પ્રકારનું પાત્ર છે.આ દર્શકોને ઘણું જ પસંદ આવશે.ફિલ્મમાં મેં એક એવા વ્યકિતનું પાત્ર ભજવ્યુ છે જેનાંથી ગ્રામજનો દૂર ભાગતા રહે છે.કેમ કે આ પાત્રમાં મે ઘણા સમયથી સ્નાન કર્યુ નથી.અને મારા આખા શરીર પર ખંજવાળ થઈ રહી છે.મારૂ પાત્ર એવું નકારાત્મક છે કે ગામમાં કોઈની સાથે કંઈ અઘટિત ઘટે તો હું આનંદિત થઈ જાઉં છું.

વધુમાં ચેતન દૈયા જણાવે છે કે વાત હોય દિગ્દર્શક વિરલ રાવના દિગ્દર્શનની કે પછી ફિલ્મનાં કલાકારોનાં અભિનયની તો આ ફિલ્મમાં દરેક કલાકારે પોતાના જીવ રેડીને અફલાતૂન અભિનયનાં દર્શન કરાવ્યા છે. ગુજરાતી ફિલ્મોનાં અત્યાર સુધીનાં ઈતિહાસમાં અફરા તફરી હટકે ફિલ્મ હશે.હું દર્શકોને અપીલ કરૂ છું કે 14 ફેબ્રુઆરી 2020નાં દિવસે તેઓ ફિલ્મને નિહાળે અને અમે દર્શકોની પ્રતિક્રિયાને લઈને અત્યારથી જ રોમાંચિત છીએ

આ ફિલ્મમાં ચેતન દૈયાની સાથે ખુશી શાહ, મિત્ર ગઢવી, સુમિત પંડ્યા , હર્ષિલ શાહ, આકાશ ઝાલા, પ્રશાંત બારોટ, રાગી જાની જેવા પરિપક્વ કલાકારોએ અભિનયનાં ઓજસ પાર્થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here