હિતેશ ઠાકરની લિહાજનું ફસ્ટ લુક પોસ્ટર રિલીઝ, જલ્દી જ ટ્રેલર પણ આવશે

0
131

યંગ અમદાવાદ એંટરટેનમેંટ તરફથી રજૂ કરાઈ રહેલી ફિલ્મ લિહાજનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે.ફિલ્મ લિહાજનું ટ્રેલર પણ આવનારા કેટલાક દિવસોમાં રિલીઝ કરવામાં આવશે.અને રંગોના તહેવાર ધૂળેટી ટાણે જ ફિલ્મ લિહાજને રૂપેરી પડદે દર્શકો સમક્ષ રિલીઝ પણ કરવામાં આવશે.

ફિલ્મ લિહાજનું દિગ્દર્શન કરામત ગોરસીએ કર્યુ છે અને ફિલ્મ નિર્માણ હિતેશ ઠાકરની દેન છે.

Gujarati Actor Hitesh Thakkar
Gujarati Actor Hitesh Thakkar

રવિવારે સોશિયલ મીડિયા પર ફિલ્મ લિહાજનું પોસ્ટર રિલીઝ કરતી વખતે અભિનેતા અને નિર્માતા હિતેશ ઠાકરે કહ્યુ કે ..જલ્દી જ આવી રહ્યા છીએ…ધૂળેટી પર…ટ્રેલર માટે થોડીક રાહ જૂઓ.

એક ગંભીર વિષય પર આધારિત ગૂજરાતી ફિલ્મ લિહાજમાં રાહુલ રાવલ, નિસર્ગ ત્રિવેદી, મમતા ભાવસાર, દેવાંશુ શાહ, નિકિતા શર્મા, નિર્મલા પ્રજાપતિએ મહત્વની ભૂમિકા નિભાવી છે

Hindi Short Movie Lihaz
Hindi Short Movie Lihaz

રંગમંચનાં અવ્વલ કલાકાર હિતેશ ઠાકર વર્તમાનમાં જ રજૂ થયેલી ફિલ્મો સાહેબ અને બાબુભાઈ સેંટીમેંટલમાં પણ ઘણી મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here